Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : ચૈત્રી વદ સાતમ એટ્લે ઠંડુ ખાવાનો દિવસ, ધ્રાંગધ્રા શીતળા માતાના મંદિરે હવન તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું

આજે ચૈત્રી વદ સાતમ એટ્લે ટાઢું જમવાનો દિવસ. ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાના મંદિરે કોરોનના બે સ્વર્ષ બાદ સરકાર દ્વારા છૂટછાટ આપ્યા બાદ હવન તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું

X

આજે ચૈત્રી વદ સાતમ એટ્લે ટાઢું જમવાનો દિવસ. ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાના મંદિરે કોરોનના બે સ્વર્ષ બાદ સરકાર દ્વારા છૂટછાટ આપ્યા બાદ હવન તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું

ચૈત્રી વદ સાતમ આજના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે. આજે ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાનું મંદિર 230 વર્ષ જૂનુ છે. અહી ચૈત્રી વદ સાતમ અને શ્રાવણ વદ સાતમના રોજ મેળો ભરાય છે. જેમાં, હજારોની સંખ્યામાં માણસો આવે છે. સાતમના દિવસે મંદિરે દર્શને આવતા લોકો માતાજીને શ્રીફળ, ચુંદડી, નેણા-ફુલા, માતાજીની આંખ, જીભ, તેમજ ચોટલો પણ ચડાવે છે. પોતાના બાળકોનું સારા આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે બાળકની માતાઓ માતાજી પાસે પ્રાર્થના કરે છે. છેલ્લા બે વર્ષ થી કોરોનાના કારણે આ તહેવારની ઉજવણી બંધ હતી.ત્યારે આ વખતે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે ત્યારે લોકો મોટી સંખ્યામાં અહીયા દર્શન કરવા આવ્યા હતા. આજના દિવસે આજુ-બાજુનાં ગામડાનાં લોકો અહીયા દર્શન કરવા આવતા હોય છે.મંદિર દ્વારા આ જગ્યા ઉપર હવન તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું.

Next Story