સુરેન્દ્રનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રૂ. 696.25 કરોડના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું...

સુરેન્દ્રનગરના વઢવાણ આનંદ ભુવન ખાતેથી રૂ. 696.25 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અને નિર્માણ પામેલ વિવિધ વિકાસ પ્રકલ્પોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બન્યા સુરેન્દ્રનગર જિલ્લાના મહેમાન

  • વઢવાણ ખાતેથી વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ

  • રૂ. 696.25 કરોડના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું

  • નર્મદાજળ સંપત્તિપાણી પુરવઠામાર્ગ-મકાન વિભાગનો સમાવેશ

  • મોટી સંખ્યામાં આમંત્રિત મહાનુભાવો અને નગરજનોની ઉપસ્થિતિ

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના મહેમાન બન્યા હતા. સુરેન્દ્રનગરના વઢવાણ આનંદ ભુવન ખાતેથી રૂ. 696.25 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અને નિર્માણ પામેલ વિવિધ વિકાસ પ્રકલ્પોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં નર્મદાજળ સંપત્તિપાણી પુરવઠા વિભાગ અને કલ્પસર વિભાગના રૂ. 108.04 કરોડના 2 કામસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રૂ. 07.15 કરોડનું એક કામ સહિત કુલ રૂ. 115.19 કરોડના કુલ 3 કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત શિક્ષણ વિભાગના રૂ. 60 લાખનું એક કામનર્મદાજળ સંપત્તિપાણી પુરવઠા વિભાગના રૂ. 556.43 કરોડના 6 કામમાર્ગ અને મકાન વિભાગના રૂ. 22.58 કરોડનું એક કામઆરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું રૂ. 1.45 કરોડનું એક કામ સહિત રૂ. 581.06 કરોડના 9 કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાપાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાસુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરાલીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણદસાડાના ધારાસભ્ય પરષોત્તમ પરમારધ્રાગંધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આગમન અને જનસભામાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Latest Stories