સુરેન્દ્રનગર : ખેડૂતોના પડતર પ્રશ્નો માટે કોંગ્રેસની આગેવાનીમાં રેલી,સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષે અતિવૃષ્ટિથી થયેલા પાક નુકસાન બદલ વળતર, જમીન સંપાદનમાં યોગ્ય માપણી અને નર્મદા કેનાલ લીકેજથી થતા નુકસાન જેવા મુદ્દાઓને લઈને ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

New Update
  • ખેડૂતોના પડતર પ્રશ્નોને મુદ્દે કોંગ્રેસની રેલી

  • ખેડૂતોની સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ જોડાયા

  • રેલીમાં કોંગ્રેસે કર્યા સરકાર વિરોધી સૂત્રોચ્ચાર

  • જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

  • ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે ઉગ્ર અંદોલનનની ચીમકી 

સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને આજે કોંગ્રેસની આગેવાનીમાં મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.રાજ હોટલથી કલેક્ટર કચેરી સુધી નીકળેલી આ રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા.અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષે અતિવૃષ્ટિથી થયેલા પાક નુકસાન બદલ વળતરજમીન સંપાદનમાં યોગ્ય માપણી અને નર્મદા કેનાલ લીકેજથી થતા નુકસાન જેવા મુદ્દાઓને લઈને ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા DELR કચેરી દ્વારા જમીન સંપાદન મામલે યોગ્ય જવાબ ન મળતો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.

રેલીમાં કોંગ્રેસ સેવા દળના પ્રદેશ પ્રમુખ પ્રગતિ આહીર અને જિલ્લા પ્રમુખ નૌશાદ સોલંકી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા,અને પાર્ટીના બેનર સળગાવવામાં આવ્યા હતા.

ખેડૂતોએ રામધૂન બોલાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોએ ચેતવણી આપી હતી કે જો તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અનેક વખત રજૂઆત છતાં સરકાર તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Read the Next Article

ભરૂચ : આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પરથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો, પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચ આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી આમોદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે

New Update
guj

ભરૂચ આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટનાસ્થળે પહોંચેલી આમોદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે. જો કોઈ વ્યક્તિને આ મૃતદેહ વિશે માહિતી હોય અથવા ઓળખ કરી શકે, તો તેમણે તાત્કાલિક આમોદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.આમોદ પોલીસે જણાવ્યું કે મૃતકના સગા–સંબંધીઓ સુધી માહિતી ઝડપથી પહોંચે તે માટે લોક સહકાર જરૂરી છે.

Latest Stories