-
ધ્રાંગધ્રા શહેરના શિલ્પકારની કળાને પ્રાપ્ત થઈ અનોખી સિદ્ધિ
-
શિલ્પકાર વિજય સોમપુરાને મળ્યું લિમ્કા બુક ઈન્ડિયામાં સ્થાન
-
પથ્થરમાં કોતરણી કરીને બનાવી રહ્યા છે અલગ અલગ કૃતિઓ
-
પથ્થરના કાચબા સહિતની કૃતિઓને કરી પાણી ઉપર તરતી
-
લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થતાં ગર્વ અનુભવ્યો
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોમપુરાના શીલ્પકારો દ્વારા પથ્થરની કલાકારી દેશ-વિદેશમાં અનેક મંદિરો કરવામાં આવી છે, ત્યારે શીલ્પકાર વિજય સોમપુરાએ ધ્રાંગધ્રાના પથ્થરમાંથી પાણી પર તરતી વિવિધ કૃતીઓ બનાવતા લીમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં રહેતા વિજય સોમપુરાએ સેન્ડ સ્ટોનના પથ્થરોમાંથી 10 કિલો વજનથી લઈને 35 કિલો વજનની પાણી ઉપર તરતી અવનવી કૃતિઓ બનાવી છે. જેમાં બતક, મગર અને કાચબાની કૃતિઓનો સમાવેશ થાય છે. વિજય સોમપુરા પોતે છેલ્લા ઘણા વર્ષોથી પથ્થર ઘડવાનું કામ કરે છે, અને અને પથ્થરોમાંથી ભગવાનની મૂર્તિઓ તેમજ મંદિર બનાવે છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તેઓ મંદિરમાં પથ્થરની કોતરણીના કામ કરવા માટે પણ જાય છે, ત્યારે ધ્રાંગધ્રાના શિલ્પકારની કાલાકૃતિ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળતા ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.