Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : 'અંધેરી નગરીમાં ગંડુ રાજા',લીંબડીની મોટી રાણાગઢ ગ્રામ પંચાયતની ખંડેર હાલતનો પર્દાફાશ

સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાની સૌથી મોટી ગણાતી રાણાગઢ ગ્રામ પંચાયતની ખંડેર હાલતનો પર્દાફાશ ખુદ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ કરતા ચકચાર મચી જવા પામી હતી.

X

સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાની સૌથી મોટી ગણાતી રાણાગઢ ગ્રામ પંચાયતની ખંડેર હાલતનો પર્દાફાશ ખુદ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ કરતા ચકચાર મચી જવા પામી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાની સૌથી મોટી રાણાગઢ ગ્રામ પંચાયતની ખંડેર હાલતમાં પર્દાફાશ ખુદ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ કરતા ચકચાર મચી જવા પામી છે. જેમાં ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જાતે વિડીયો બનાવી આ અત્યંત જર્જરિત ગ્રામ પંચાયતના છતમાંથી પોપડા ખરે છે અને પારાવાર ગંદકીથી ખદબદતી આ ગ્રામ પંચાયતમાં શ્વાનો રખડતા નજરે પડ્યાં હતા. આથી "અંધેરી નગરીમાં ગંડેરૂ રાજા" જેવી કફોડી હાલત લીંબડીના રાણાગઢ ગ્રામ પંચાયતની જોવા મળી હતી.ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ખુદ રાણાગઢ ગ્રામ પંચાયતની બિસ્માર હાલતનો ચિતાર આપતો વિડીયો સમગ્ર પંથકમાં ચકચાર મચાવી હતી.

દસાડા-લખતર અને લીંબડીના 17 ગામોની મળીને આખી વિધાનસભા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ખુદ રાણાગઢ ગ્રામ પંચાયતની બિસ્માર હાલતનો ચિતાર આપતો જાતે બનાવેલો વિડીયો બનાવ્યો હતો.10,000ની વસ્તી ધરાવતા આ ગામની ગ્રામ પંચાયતની હાલત વાઇબ્રન્ટ ગુજરાતના અમૃતમહોત્સવ અમૃતકાળ ની અસલિયત બયાન કરે છે.આ અંગે ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે, આ ગામના સરપંચ હાલ જિલ્લા પંચાયતના પ્રમુખ છે. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા પણ લીંબડી તાલુકાના છે. છતાં લીંબડી તાલુકાના સૌથી મોટી રાણાગઢ ગ્રામ પંચાયત કચેરીની બિસ્માર હાલત સરકારની ઘોર નિષ્ફળતાની ગવાહી પુરી પાડે છે અને તેની ખાસ નોંધ લેવી પડે.

Next Story