સુરેન્દ્રનગ જિલ્લામાં અસરગ્રસ્ત ખેડૂતોએ મુરજાઈ ગયેલા પાકને સાથે રાખી થાળી-વેલણ વગાડી સરકાર સુધી પોતાનો અવાજ પહોચાડવા કિસાન સહાય રેલી યોજી હતી.
સુરેન્દ્રનગ જિલ્લામાં છેલ્લા 4 વર્ષથી વરસાદની અનિશ્ચિતતા વાવાઝોડા વરસાદના કારણે દરેક સીઝનના પાકને નુકશાન થવાની સમસ્યાઓ થાય છે. જિલ્લામાં હજુ પણ લોકોની મુખ્ય આવકનો સ્ત્રોત ખેતી છે. જેમાં 1 લાખથી વધુ ખેડૂતો ખેતી કરીને પોતાનુ ગુજરાન ચલાવી રહ્યા છે. હાલ બદલાતા વાતાવરણ વચ્ચે વરસાદ આધારીત અને મોંધા બીયારણ અને ખાતરને લઇ ખેતી મોંઘી થઇ રહી છે. સામે ખેડૂતોને પુરતા ભાવો પણ ન મળવાની સમસ્યાઓ ઉદભવી રહી છે, ત્યારે ચાલુ વર્ષે પણ જીલ્લામાં અવિરત વરસાદના પગલે મુરજાઈ ગયેલા પાકને સાથે રાખી થાળી-વેલણ વગાડી ખેડૂતોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં આમ આદમી પાર્ટીનો પણ ખેડૂતોને સાથ સહકાર મળ્યો હતો. આપ નેતાઓને સાથે રાખી ખેતીવાડી અધિકારીની કચેરી સુધી કિસાન સહાય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા 1.21 લાખ હેકટર જમીનમાં સર્વે પૂરો કરાયો, પરંતુ ખેતીવાડી અધિકારી પાસે સર્વે કરેલ ખેડૂતોની કોઈ વિગત ન હોવાનો તેમજ સર્વેના નામે સરકાર માત્ર નાટક કરતી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. આ સાથે જ વરસાદના પગલે થયેલા નુકશાન અંગે સરકાર દ્વારા આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી.