Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : ચોટીલા હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા સસરા-જમાઇનું ઘટના સ્થળે મોત...

ચોટીલા હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા સસરા અને જમાઇનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

સુરેન્દ્રનગર : ચોટીલા હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા સસરા-જમાઇનું ઘટના સ્થળે મોત...
X

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા સસરા અને જમાઇનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે એક મહિલા અને બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઈવે પર ફરી એક વખત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

જેમાં જામનગરથી નડીયાદ લગ્ન પ્રસંગમાં જતા પરિવારને અકસ્માત ગોઝારો અકસ્માત નડ્યો હતો. જેમાં ચોટીલા સાયલા વચ્ચે વણકીના પાટિયા પાસેથી કાર પસાર થઈ રહી હતી, એ દરમિયાન ટ્રેલર કાર પર ધડાકાભેર પડ્યું હતું. જેના કારણે કારમાં સવાર જમાઈ અને સસરાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ, જ્યારે આ અકસ્માતની ઘટનામાં એક મહિલા અને બાળકને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ અકસ્માતની ઘટના અંગે જાણ થતાં સ્થાનિક ચોટીલા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને ક્રેનની મદદથી ઈજાગ્રસ્ત મહિલા અને બાળકને બહાર કાઢીને તાત્કાલિક પ્રાથમિક સારવાર અર્થે ચોટીલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ચોટીલા સાયલા હાઇવે પર અકસ્માતની આ ગોઝારી ઘટના બાદ મોટી સંખ્યામાં આસપાસના લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. હાઇવે પર સર્જાયેલા આ અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ચોટીલા પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી ટ્રાફિક પુન: ચાલુ કરાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Next Story