Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : સૌપ્રથમ વખત પુરવઠા વિભાગની કડક કાર્યવાહી, એક સાથે 27 રેશનિંગ દુકાનોના લાયસન્સ સ્થગિત કર્યા...

જીલ્લામાં સૌપ્રથમ વખત પુરવઠા વિભાગ દ્વારા એક સાથે 27 જેટલી રેશનિંગ દુકાનોના લાયસન્સ સ્થગિત કરાતા અન્ય રેશનિંગ દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે.

X

સુરેન્દ્રનગર જીલ્લામાં સૌપ્રથમ વખત પુરવઠા વિભાગ દ્વારા એક સાથે 27 જેટલી રેશનિંગ દુકાનોના લાયસન્સ સ્થગિત કરાતા અન્ય રેશનિંગ દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે.

સુરેન્દ્રનગર જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા સૌપ્રથમ વખત એક સાથે 27 જેટલી રેશનિંગ દુકાનોના લાયસન્સ સ્થગિત કરવામાં આવ્યા છે. જેમાં વઢવાણ શહેરી વિસ્તારની 17, પાટડી તાલુકાની 9, લખતર તાલુકા સહિત કુલ 27 જેટલી રેશનિંગની દુકાનોના લાયસન્સ આગામી 3 મહિના માટે સ્થગિત કરાયા છે. આ તમામ 27 રેશનિંગ દુકાનદારો ખોટા ફિંગરપ્રિન્ટ મૂકી જરૂરિયાતમંદોને મળવા પાત્ર અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે બારોબાર સગેવગે કરતા હતા. સમગ્ર મામલે જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે, ત્યારે પુરવઠા વિભાગની કડક કાર્યવાહીથી અન્ય રેશનિંગ દુકાનદારોમાં પણ ફફડાટ ફેલાયો છે.

Next Story