સુરેન્દ્રનગર : ગણપતિ  ફાટસર વિસ્તારમાં જાહેરમાં યુવતીની હત્યાથી ચકચાર,પ્રેમ પ્રકરણમાં યુવતીને મોતને ઘાટ ઉતારી હોવાની ચર્ચા

યુવતીની સરા જાહેરમાં યુવકે છરીનાં ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ હતી.પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હોવાની ચર્ચા ઉઠવા પામી

New Update
  • સુરેન્દ્રનગરમાં સરાજાહેર યુવતીની હત્યાથી ચકચાર

  • ઘરેથી કારખાને જતી વેળાએ યુવતીની હત્યા

  • યુવકે છરીના ઘા મારીને યુવતીને મોતને ઘાટ ઉતારી

  • પ્રેમ પ્રકરણમાં યુવતીની હત્યા થઈ હોવાની ચર્ચા

  • પોલીસે હત્યારા યુવકની કરી ધરપકડ 

સુરેન્દ્રનગર શહેરના ગણપતિ ફાટસર વિસ્તારમાં એક યુવતીની સરા જાહેરમાં યુવકે છરીનાં ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ હતી.પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હોવાની ચર્ચા ઉઠવા પામી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગણપતિ ફાટસર વિસ્તારમાં એક યુવતીની સરાજાહેર હત્યા કરવામાં આવી છે. ફાટસર વિસ્તારમાં રહેતા ડાયા સોલંકીની યુવાન પુત્રી પાયલ કારખાનામાં કામ અર્થે જઈ રહી હતી. ત્યારે તે જ વિસ્તારમાં રહેતા અમન નથુભાઈ રાઠોડ નામના યુવાને  છરીના ઘા મારી અને તેની હત્યા નીપજાવી છે. ત્યારે યુવક યુવતી સાથે પરાણે પ્રેમ સંબંધ બાંધવા અવારનવાર દબાણ કરતો હતો,પરંતુ યુવતી તેના દબાણને વશ ન થતા આ યુવકે 8 થી 10 છરીના ઘા મારીને ,મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનામાં પરિવાર દ્વારા લોહીથી લથપથ યુવતીને હોસ્પિટલ ખાતે લઈ જતા હાજર ડોક્ટરે મૃત જાહેર કરી હતી. ત્યારે પરિવારજનો દ્વારા જ્યાં સુધી હત્યારો ન ઝડપાય ત્યાં સુધી લાશ ન સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો,પરંતુ સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી હતી.અને યુવતીની લાશને પીએમ અર્થે ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.જ્યાં પેનલ ડોક્ટર દ્વારા પીએમ  સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વઢવાણ પોલીસ દ્વારા યુવક વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Latest Stories