છેલ્લા ચાર મહિનાથી બંધ ઘુડખર અભયારણ્ય પર્યટકો માટે આજથી ખુલ્લુ મુકાયું. છેલ્લા ચાર મહિનાથી બંધ ઘુડખર અભયારણ્ય પર્યટકો માટે આજથી ખુલ્લુ મુકાયું છે. કચ્છનું નાનું રણ 4953 ચોરસ કિલો મીટરના વિસ્તારમાં ફેલાયેલ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલ છે અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલ ઘુડખર એક દુર્લભ્ય પ્રાણી છે. અને બીજે ક્યાંય જોવા નથી મળતા. હાલ શિયાળાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે.
આ રણની અંદર વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. અને તેને જોવા માટે પક્ષી પ્રેમી પણ મોટી સંખ્યામાં આવતા હોય છે. આ ઉપરાંત સરકારના વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીને બચાવવા માટે અને લોકોને સમજણ આપવા માટે શિયાળામાં નિઃશુલ્ક શિબિરનું આયોજન થાય છે. આજથી 15 જૂન સુધી આ અભયારણ્ય પ્રવાસી માટે ખુલ્લું રહેશે. જોકે છેલ્લા વર્ષોમાં આ રણની અંદર મુલાકાત લેનાર પ્રવાસીની સંખ્યામાં ઉત્તરૌત્તર વધારો થઈ રહ્યો છે.
મહત્વનુ છે કે આ વખતે સમગ્ર રાજ્યમાં સારો વરસાદ પડેલ છે જેના કારણે રણની અંદર હજુ પણ પાણી ભરાયા છે. જેથી પ્રવાસીઓ માટે રણની અંદર જવું મુશ્કેલ છે. જોકે આ વખતે સારો વરસાદ થયેલ હોવાથી વિદેશી પક્ષીઓની સંખ્યા વધે તેવી શક્યતા દેખાઈ રહી છે.