/connect-gujarat/media/post_banners/d2fe876365e856fab5bd251f381624b907e890fd412ebd443666b866fbd32f36.jpg)
કચ્છના નાના રણમાં ઘુડખર અભ્યારણ્ય દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યા હતું જેમાં પ્રવાસી તેમજ વિદ્યાર્થીઓને રણ તેમજ વન્યજીવોની રક્ષા માટેની સમજ આપવામાં આવી હતી
કચ્છના નાના રણનો વિસ્તાર 4953 ચોરસ કિલો મીટરનો છે ત્યાં હાલ ઠંડીની ઋતુમાં વિદેશી પક્ષીઓ આવે છે અને આ રણમાં ઘુડખર પણ હોય છે.આ અભ્યારણમાં આ સમયે ફરવા અને પક્ષી તેમજ ઘુડખરને જોવા લોકો મોટી સંખ્યામાં આવે છે. ત્યારે લોકોને રણ વિશેની માહિતી મળી રહે અને આ વસ્તુની લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી ઘુડખર અભ્યારણ દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવે છે.શિબિરમાં બાળકોને રણ વિશેની માહિતી આપવામાં આવે છે સાથે વન્ય પ્રાણી, વન્ય પક્ષી, તેમજ વૃક્ષોની જાળવણી કેવી રીતે કરવી તે માટે માર્ગદર્શન આપવામાં આવે છે.