સુરેન્દ્રનગર : DGP વિકાસ સહાયની અધ્યક્ષતામાં ગુજરાત પોલીસની ક્રાઈમ કોન્ફરન્સ યોજાય...

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયની અધ્યક્ષતામાં ગુજરાત પોલીસ વિભાગની ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • સુરેન્દ્રનગરમાં ગુજરાત પોલીસની ક્રાઈમ કોન્ફરન્સ

  • DGP વિકાસ સહાયની અધ્યક્ષતામાં કોન્ફરન્સ મળી

  • મુખ્ય 3 પ્રોજેક્ટ પર કામ કરવા DGP દ્વારા સૂચના

  • રાજ્યમાં 9 હજારથી વધુ આરોપી પર રખાશે નજર

  • 30 વ્યાજખોરો સામે કાર્યવાહી કરાય : વિકાસ સહાય

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયની અધ્યક્ષતામાં ગુજરાત પોલીસ વિભાગની ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યના DGP વિકાસ સહાયએ એક નવી પહેલ શરૂ કરી છે. DGP વિકાસ સહાય હવે રાજ્યના વિવિધ શહેરોમાં ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરી રહ્યા છેત્યારે સુરેન્દ્રનગર ખાતે DGP વિકાસ સહાયની અધ્યક્ષતામાં ગુજરાત પોલીસ વિભાગની ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ IG સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય 3 પ્રોજેક્ટ પર કામ કરવા DGP વિકાસ સહાય દ્વારા ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે. તેરા તુઝકો અર્પણ3 વાત તમારી-3 વાત અમારી તેમજ વ્યાજખોર સામે ઝુંબેશ’ સહિતની કામગીરી માટે ખાસ તાકીદ કરવામાં આવી હતી. એટલું જ નહીંગુજરાતના 9 હજારથી વધુ આરોપીઓ પર દેખરેખ રાખવા માટે પોલીસ મુકવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં છેલ્લા એક મહિનામાં 30 જેટલા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું DGP વિકાસ સહાયએ જણાવ્યુ હતું.

Latest Stories