સુરેન્દ્રનગર: ચુલી ગામમાં નવરાત્રીમાં વિવિધ વેશભૂષા ધારણ કરી ભવાઈ થકી માતાજીની આરાધના કરતા યુવાનો

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામના યુવાનો નવરાત્રીમાં ભવાઈની વેશભૂષા ધારણ કરીને માતાજીની આરાધના કરી રહ્યા છે,અને ભવાઈની સંસ્કૃતિને જીવંત રાખી પરંપરાગત રીતે માતજીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

New Update

સુરેન્દ્રનગરના ચુલી ગામના યુવાનોની અનોખી માતાજીની ભક્તિ

વેશભૂષા ધારણ કરીને ભવાઈ થકી કરે છે માતાજીની ભક્તિ 

સો વર્ષથી વધુ જૂની સંસ્કૃતિની પરંપરાને જીવંત રાખતા યુવાનો 

પ્રાચીન સંસ્કૃતિ અંગે યુવાનોને માર્ગદર્શન આપવાનો પણ પ્રયાસ 

સો યુવાનો જુદી જુદી વેશભૂષા ધારણ કરીને કરે છે માતાજીની ભક્તિ  

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામના યુવાનો નવરાત્રીમાં ભવાઈની વેશભૂષા ધારણ કરીને માતાજીની આરાધના કરી રહ્યા છે,અને ભવાઈની સંસ્કૃતિને જીવંત રાખી પરંપરાગત રીતે માતજીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સુરેન્દ્ર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામ નવરાત્રી દરમિયાન માતાજીની આરાધના કરવાની એક અનોખી પરંપરા છે,જેમાં સો વર્ષ કરતા પણ વધુ જૂની અંબિકા ગરબી મંડળના યુવાનો દ્વારા ભવાઈ રમવામાં આવે છે.યુવાનો દ્વારા ધાર્મિક અને સામાજિક નાટક ભજવામાં આવે છે.જેમાં ભક્ત પ્રહલાદ,ભેંસાસુર,શેઠ જગડુશા,ચંડમુંડ ચામુંડા,હરિચંદ્ર તારામતી, મહિસાસુર સોનબાઈની ચૂંદડી વગેરે જુદા-જુદા વેશ ધારણ કરીને ભવાઈ ભજવીને માતાજીની આરાધના કરવામાં આવે છે.અને માતાજીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.આ ગ્રુપમાં સો  જેટલા યુવકો રોજ અલગ અલગ વેશભૂષા ધારણ કરીને પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ રહે અને આજના યુવા લોકોને તે વિશે માર્ગદર્શન મળે સાથે મનોરંજન મળે તે માટે પણ પ્રયાસ કરવામાં આવે છે.અને સમસ્ત ગામના લોકો મોડી રાત સુધી આ વેશભૂષા કાર્યક્રમ નિહાળીને ભવાઈ ભજવતા યુવાનોના પ્રયાસોને બિરદાવી પ્રશંસા કરી રહ્યા છે.
Latest Stories