Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: નેશનલ હાઇવે પર સ્થાનિકોનો ચક્કાજામ, પાણીના મુદ્દે વિરોધ પ્રદર્શન

સુરેન્દ્રનગરના વઢવાણમાં સ્થાનિકોએ નેશનલ હાઇવે પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.પાણીના મુદ્દે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો

X

સુરેન્દ્રનગરના વઢવાણમાં સ્થાનિકોએ નેશનલ હાઇવે પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.પાણીના મુદ્દે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો

સુરેન્દ્રનગરના વઢવાણ ગણપતિ ફાટસર પાસે હાઇવે પર સ્થાનિક રહીશો અને મહિલાઓએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. ગણપતિ ફાટક વિસ્તારમાં આવેલ કંકુપાર્ક સહિત આસપાસના વિસ્તારોમાં તંત્ર દ્વારા છેલ્લા એક મહિનાથી પાણી પૂરું પાડવામાં ન આવતા સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. પાણી, રોડ, રસ્તા, ગટર અને સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ પણ ન મળતા તંત્ર સામે સ્થાનિકો દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો હતો.સ્થાનિકોએ ચક્કાજામ કરતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે આવી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો

Next Story