New Update
સુરેન્દ્રનગરમાં ધાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત લોકમેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા
સૌરાષ્ટ્રમાં મેળાની સિઝન શરૂ થઈ છે ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત લોકમેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા ઉપસ્તિથ રહ્યા હતા જીલ્લાના સાંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા ધારાસભ્ય પ્રકાશ વરમોરા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા તેમજ નગરપાલિકાના પ્રમુખ સહિતના આગેવાનોએ ખુલ્લો મુક્યો હતો.વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ જણાવ્યું હતું કે, માનવી આદીકાળથી મેળાઓ અને ઉત્સવોની ઉજવણી કરતો આવ્યો છે. પ્રચલિત મેળાઓ અને તહેવારો સાથે ધાર્મિક માન્યતાઓ અને પરંપરાગત રીતરિવોજો જોડાયેલા છે. ગુજરાત રાજ્ય તેના પરંપરાગત મેળાઓ અને તહેવારોના કારણે વિશ્વભરમાં જાણીતું છે.
Latest Stories