સુરેન્દ્રનગર : પશુઓમાં લમ્પી વાયરસનો રોગ દેખાતા પશુપાલકોમાં ચિંતાનો માહોલ, રસીકરણની કામગીરી શરૂ

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળતા પશુ પાલકોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે.

New Update
સુરેન્દ્રનગર : પશુઓમાં લમ્પી વાયરસનો રોગ દેખાતા પશુપાલકોમાં ચિંતાનો માહોલ, રસીકરણની કામગીરી શરૂ

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળતા પશુ પાલકોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે. ત્યારે વધુ પશુઓમાં આ રોગ ન ફેલાય તે માટે પશુપાલન વિભાગ દ્વારા તાત્કાલિક રસીકરણ કરવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા, ચોટીલા, થાનગઢ , સાયલા બાદ હવે ચુડા તાલુકામાં પણ પશુઓમાં લમ્પી વાયરસનો પગપેસારો જોવા મળતા પશુ પાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં અંદાજે ૫૦ થી વધુ પશુઓ લમ્પી વાઇરસના કારણે મોતના મુખમાં ધકેલાઈ ગયું છે ત્યારે ચુડા તાલુકાના ભૃગુપુર, સોનઠા, ચાચકા અને ચુડા સહિતના ગામોમાં પશુઓમાં લમ્પી વાયરસનો રોગ જોવા મળતાં પશુપાલકોએ પશુપાલન વિભાગની ટીમને જાણ કરતા પશુ ડોક્ટર સહિતની ટીમ દ્વારા હાલ ચુડા તાલુકામાં લમ્પી ગ્રસ્ત પશુઓની સારવાર હાથ ધરી છે તેમજ ખાસ કરીને અન્ય પશુઓમાં ચેપ ન ફેલાય તે માટે રોગગ્રસ્ત પશુઓને ખાસ અલગ જગ્યાએ બાંધવામાં આવે છે.

આ ઉપરાંત પશુપાલન વિભાગની ત્રણ ટીમો દ્વારા ચુડા તાલુકામાં યુધ્ધના ધોરણે રસીકરણની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે જેમાં અત્યાર સુધીમાં ૧૪૦૦ થી વધુ પશુઓનું રસીકરણ કરી દેવામાં આવ્યું છે. તેમજ કોઈ પણ પશુમાં જો લમ્પી વાયરસના લક્ષણો જણાય તો તાત્કાલિક પશુપાલન વિભાગને જાણ કરવા અને રસીકરણ કામગીરીમાં સહકાર આપવા પશુપાલકોને અપીલ કરવામાં આવી છે.

Latest Stories