Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : ચુડા પ્રાથમિક કેન્દ્રમાં સામાન્ય વરસાદે પાણી ભરાયા, તંત્રની પ્રિમોન્સુન કામગીરી અંગેના સવાલો ઊભા થયા

સુરેન્દ્રનગર જિલ્લાના ચૂસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક જ વરસાદમાં જળબંબાકાર જોવા મળ્યું હતું.

X

સુરેન્દ્રનગર જિલ્લાના ચૂસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક જ વરસાદમાં જળબંબાકાર જોવા મળ્યું હતું. ઠેર ઠેર પાણી ભરાઈ ગયેલ અને કીચડને કારણે 108માંથી દર્દીને બહાર કાઢવું મુશ્કેલ બન્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા આરોગ્ય કેન્દ્રમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે એક જ વરસાદ પડ્યા બાદ પાણી ભરાઈ ગયું હતું. પાણી અને માટી ભેગી થતા હોસ્પિટલમાં કીચડ જામી ગયો હતો.જેને લઈને હોસ્પિટલની બહાર ગંદકી જોવા મળી હતી.ત્યારે 108માં દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યો હતો. કીચડને કારણે વાહનનો દરવાજો ખોલવો મુશ્કેલ હતો.દરવાજો ખોલવા 108નો ચાલકે વાહન ઉપર ચડ્યો હતો. વાહન પર પાછળના ભાગે જઈ દરવાજો ખોલ્યો ત્યારબાદ દર્દીને નીચે ઉતારવામાં આવ્યો હતો. ચુડા આરોગ્ય કેન્દ્રમાં દર ચોમાસે આ સ્થિતિ ઊભી થાય છે.ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કોઈ પણ સુવિધા ઊભી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

Next Story