સુરેન્દ્રનગર : કેન્દ્રમાં મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થતા યુ.પી.ના કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી જે.પી.એસ.રાઠોડ રહ્યા ઉપસ્થિત...

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ સરકારના શાસનને 9 વર્ષ પૂર્ણ થતા સમગ્ર ગુજરાતમાં પ્રદેશ ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે

New Update
સુરેન્દ્રનગર : કેન્દ્રમાં મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થતા યુ.પી.ના કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી જે.પી.એસ.રાઠોડ રહ્યા ઉપસ્થિત...

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ સરકારના શાસનને 9 વર્ષ પૂર્ણ થતા સમગ્ર ગુજરાતમાં પ્રદેશ ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર ખાતે યુ.પી.ના કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી જે.પી.એસ.રાઠોડે ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું.

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ સરકારના શાસનને 9 વર્ષ પૂર્ણ થતા સમગ્ર ગુજરાતમાં પ્રદેશ ભાજપ દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર ખાતે યુ.પી.ના કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી જે.પી.એસ.રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 9 વર્ષના શાસનમાં થયેલ વિવિધ વિકાસના કામો અને વિકાસલક્ષી યોજનાઓ વિશે ચર્ચા વિચારણા કરી હતી. આ સાથે જ વધુમાં વધુ લોકો દરેક યોજનાનો લાભ લે તે માટે આહવાન કર્યું હતુ. આ ઉપરાંત આગામી લોકસભા 2024ની ચૂંટણીમાં તમામ 26 બેઠકો પર ભાજપનો જ વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, જીલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ વર્ષા દોશી સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories