Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : નવરાત્રી નિમિત્તે થાનગઢમાં અવનવી ડીઝાઇનમાં ગરબા બનાવીને સ્થાનિકો મેળવી રહ્યા છે બમણી આવક

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં નવરાત્રીના પર્વનું અનેરું મહત્વ રહ્યું છે, ત્યારે નવરાત્રી શરૂ થવાના મહિના અગાઉ જ આ પર્વની અલગ અલગ રીતે તૈયારીઓ કરવામાં આવે છે.

X

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં નવરાત્રીના પર્વનું અનેરું મહત્વ રહ્યું છે, ત્યારે નવરાત્રી શરૂ થવાના મહિના અગાઉ જ આ પર્વની અલગ અલગ રીતે તૈયારીઓ કરવામાં આવે છે. તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સ્થાનિકો નવરાત્રી નિમિત્તે અવનવી ડીઝાઇનમાં ગરબા બનાવી બમણી આવક મેળવી રહ્યો છે.

સમગ્ર દેશ અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં નવરાત્રીની ગરબા રસિકો આતુરતાથી રાહ જોતાં હોય છે. જોકે, નવરાત્રીના પાવન અવસરને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાનો યુવા વર્ગ એક અલગ જ તૈયારીમાં લાગી ગયો છે. આ નવલા નોરતામાં યુવાનો અને યુવતીઓ મન મૂકીને ગરબે ઘુમે છે. ઘણા લોકો ઘરમાં માતાજીનો ગરબો પણ લે છે, અને તેનું સ્થાપન કરે છે. આ સાથે જ અનુષ્ઠાન પણ કરતા હોય છે, ત્યારે થાનગઢના સ્થાનિકો નવરાત્રી નિમિત્તે અવનવી ડીઝાઇનમાં ગરબા બનાવી બમણી આવક મેળવી રહ્યો છે.

થાનગઢમાં રહેતા મહેન્દ્રભાઈ છેલ્લા 7 વર્ષથી ગરબા બનાવે છે. જેમાં અલગ અલગ ડીઝાઇન તેમજ ગરબાને પેઇન્ટ કરીને રંગ કરવો તેને ફિનિસિંગ આપવામાં આવે છે. જેમાં 3 ઇંચથી લઈને 12 ઇંચ સુધીના ગરબા બનાવવામાં આવે છે. આ ગરબાની કિંમત 20 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીની હોય છે. એક ગરબાને સંપૂર્ણ તૈયાર કરતા 35થી 40 મિનિટ જેટલો સમય લાગે છે. ગરબા બનાવવા માટે આવતા કારીગરો પણ સારી આવક મેળવી રહ્યા છે. જે નવરાત્રીની સીઝનમાં 50 હજારથી વધુ ગરબા બનાવી તેનું વેચાણ કરે છે.

Next Story