Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : સરલા ગામે ચાલતી ખેડુતોની સરલા જુથ સેવામાં એક કરોડનું કૌભાંડ, 9 લોકોની સંડોવણી સામે આવી

સરલા ગામે ચાલતી ખેડુતોની મંડળી સરલા સહકારી સેવા મંડળીમાં ખોટા કાગળો લોનો ઉભી કરી અને સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યુ છે.

X

સુરેન્દ્રનગર જીલ્લાના સરલા ગામે ચાલતી ખેડુતોની સરલા જુથ સેવા સહકારી મંડળીમાં સંચાલકોએ એક કરોડ 10 લાખનું કૌભાંડ આચરતા પોલીસ ફરિયાદ નોધાતા સુરેન્દ્રનગર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના સરલા ગામે ચાલતી ખેડુતોની મંડળી સરલા સહકારી સેવા મંડળીમાં ખોટા કાગળો લોનો ઉભી કરી અને સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યુ છે. એક જાગૃત ખેડુતની મહેનતથી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. મંડળીના હોદ્દેદારોમાં જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ બચુ પટેલ, તેમના પુત્ર હરિકૃષ્ણ પટેલ, અને હાલના જિલ્લા પંચાયતના ચાલુ સદસ્ય સહિત નવ લોકોએ મંડળીનું એક કરોડ દસ લાખ નું કૌભાંડ આચરેલની મુળી પોલીસમાં ફરિયાદ નોંધાતા સ્થાનિક રાજકારણમાં હલચલ મચી જવા પામી હતી.

મુળી તાલુકાના સરલા ગામે આવેલ સરલા જુથ સેવા સહકારી મંડળીમાં સરલા, વડધ્રા, ગઢડા, ખંપાળીયા ગામનો સમાવેશ થાય છે. અને આ ગામોના ખેડુતો આ સહકારી મંડળીમાં મોટાભાગના ખેડુતોને નાણા જરૂર હોઇ ત્યારે આપવાના હોય છે, ત્યારે સેવા સહકારી મંડળી માંથી પ્રમુખ અને મંત્રી દ્રારા ખેડૂતો લોન ભરી હોવા છતા મંડળીને ફડચામાં દેખાડી રૂપિયા 1.10 કરોડની ઉચાપત કર્યાની સ્થાનિક ખેડુત પ્રવિણભાઇ દ્વારા મુળી કોર્ટમાં અને સ્થાનિક તંત્ર ને ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ આરોપીઓ કોઇપણ જાતના પગલા લેવાતા ન હતા. જેથી ફરીયાદી ખેડુત પ્રવિણભાઇ દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરતા હાઇકોર્ટ દ્વારા મંડળી કૌભાંડની ફરિયાદ કરવામાં આવી હતી. હાલ પોલીસ સમગ્ર કૌભાંડ આચરનાર ખેડુતોના પરસેવાના રૂપિયા ઓળવી જનાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પરંતુ હવે એ પણ જોવુ રહ્યુ કે આરોપી રાજકીય વગ ધરાવતા હોય પોલીસ કેવી તપાસ કરે છે અને આ કૌભાંડમાં શુ નવા રાજ ખોલે છે.

Next Story