સુરેન્દ્રનગરના નારિયેળીમાં જૂથ અથડામણ બાદ પોલીસ બંદોબસ્ત હોવા છતાં ખૂની ખેલ ખેલાયો હતો અને એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના નારીયેળી ગામમાં જૂથ અથડામણની ઘટના બની હતી જેમાં પહેલા ચાર જેટલા લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે રાજકોટ હોસ્પિટલ લઈ જવાયા હતા અને પોલીસ ગામમાં બદોબસ્ત હોવા છતાં ફરી 6 લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. ચોટીલામાં બે જૂથો વચ્ચે અથડામણ સર્જાય હતી જેના સીસીટીવી બહાર આવ્યા હતા.ધટના બનાવનું મુખ્ય કારણ થોડા સમય પહેલાં એક યુવક દ્વારા છોકરીને ભગાડી જવાની બાબતને લઈને સમાજના બે પરિવાર વચ્ચે મનદુ:ખ થયું.હતું આ વાતને લઈને છેલ્લા થોડા સમયથી બંને જૂથો વચ્ચે અથડામણ થઈ હતી.સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર: નારિયેળીમાં જૂથ અથડામણ બાદ એક વ્યક્તિની હત્યા,ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
પોલીસ બંદોબસ્ત હોવા છતાં ખૂની ખેલ ખેલાયો હતો અને એક વ્યક્તિની હત્યા કરવામાં આવી
New Update