Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : પાટડીની ડબલ ગ્રેજ્યુએટ યુવતિએ કેન્સર પિડીતો માટે કર્યુ કેશદાન...

યુવતી પોતાના માથાના લાંબા, કાળા અને ઘુંધરાલુ વાળ કપાવી માથે મુંડન કરાવી નાખે એ વાત કદાચ માનવામાં ન આવે તેવી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં આ ઘટના બની છે.

X

યુવતી પોતાના માથાના લાંબા, કાળા અને ઘુંધરાલુ વાળ કપાવી માથે મુંડન કરાવી નાખે એ વાત કદાચ માનવામાં ન આવે તેવી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં આ ઘટના બની છે. ડબલ ગ્રેજ્યુએટ યુવતિએ કેન્સર પિડીતો માટે કેશદાન કરી માનવતાની અનોખી મિશાલ પુરી પાડી છે.

પાટડીના પાંચહાટડી વિસ્તારમાં આવેલા અધ્યારૂના ડહેલામાં રહેતી વૃત્તિ અધ્યારૂ એમ.એ. ઇંગ્લીશ, પીજીડીસીનો અભ્યાસ કરેલી યુવતી છે. આ યુવતીએ સદકાર્યના હેતુથી પોતાના લાંબા અને કાળા વાળનું માથે મુંડન કરાવ્યુ હતું. જે વાળ કેન્સરતી પીડિત માથાના વાળ ગુમાવી ચૂકેલી બહેનો માટે દાન કરી આજના હળાહળ યુગમાં માનવતાની અનોખી મિશાલ પુરી પાડી છે. એક સ્ત્રી જ સ્ત્રીની ભાવનાઓને સમજે છે, ત્યારે માથાના વાળનું મૂલ્ય શું છે તે સમજી વૃત્તિએ બિમારીથી પોતાના વાળ ગુમાવી ચૂકેલી મહિલાઓ માટે કેશ દાન કર્યું છે.

જોકે, સુરેન્દ્રનગર જિલ્લામાં કેશદાનનો પહેલો જ પ્રસંગ છે, ત્યારે પાટડીના શિક્ષિત પરિવારની શિક્ષિત દિકરીના ઉમદા કાર્યથી સમાજને પ્રેરણાની સાથે જાગૃતિ આવશે. લોકો માનવસેવા માટે રક્તદાન તેમજ વિવિધ અંગોનું દાન કરે છે. અમારી દિકરીને કેન્સરમાં વાળ ગુમાવી ચૂકેલી બહેનો માટે કેશ દાન કરવાની ઇચ્છા થઇ તો અમે તેને ખુશીથી વધાવી લીધી. અન્ય સ્ત્રીઓની જેમ વૃત્તિને પણ તેના લાંબા, કાળા અને ચમકદાર વાળને નવસેવા અર્થે દાન કર્યું છે, તેનું ગૌરવ હોવાનું પરિવારે જણાવ્યુ હતું.

Next Story