સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે ગત તા. 1 જાન્યુઆરીના રોજ ગેરકાયદેસર બ્લેક ટ્રેપના ખનન મામલે ખનીજ ચોરી થઈ હોવાની સાયલા પોલીસ મથકે ફરીયાદ નોંધાય હતી. જેમાં સુદામડા ગામની સીમમાં 2 અલગ અલગ સર્વે નંબરની જમીન પર ખોદકામ કરવામાં આવતુ હતું. ખાણ-ખનીજ વિભાગ દ્વારા ખોદકામના સ્થળે સર્વે હાથ ધરાતા બન્ને જગ્યાએ મળી કુલ 8,67,556 મેટ્રીક ટન બ્લેક ટ્રેપનું ખનન કરવામાં આવ્યું હોવાની વિગતો બહાર આવી હતી.
જોકે, બન્ને સ્થળ મળી કુલ રૂપિયા 34 કરોડ રૂપિયાથી વધુની ખનીજ ચોરી અંગે પોલીસ ફરીયાદ નોંધાતા ગેરકાયદેસર ખનન કરનાર 34 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાય હતી. સમગ્ર મામલે ખાણ-ખનીજ વિભાગ અને પોલીસ દ્વારા સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા અહતા. જેમાં પોલીસે 13 ડમ્પરો અને 5 હીટાચી મશીન સહીત કુલ રૂપિયા 3 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, હાલ પોલીસના દરોડાથી ખનીજ માફીયાઓમાં પણ ભારે ફફડાટ ફેલાયો છે.