Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : પોલીસકર્મીઓએ દારૂ સગેવગે કર્યો હોવાનો ખોટો ગુન્હો દાખલ, ભોગ બનનારના પરિજનોનું તંત્રને આવેદન...

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના બજાણા પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ થયેલ ફરિયાદનો મામલો સામે આવ્યો છે.

X

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં પોલીસે પકડેલો દારૂ ચોરી લીધાનો ખોટો ગુનો દાખલ કરવામાં આવ્યાં હોવાના આક્ષેપ સાથે ભોગ બનનાર પોલીસકર્મીઓના પરિજનોએ પાટડી પોલીસ મથકે હોબાળો મચાવ્યો હતો, ત્યારે આ મામલે જીલ્લા કલેક્ટર સહિત જિલ્લા પોલીસ વડાની કચેરીએ આવેદન પત્ર આપી 4 પોલીસકર્મીઓને ન્યાય મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના બજાણા પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ થયેલ ફરિયાદનો મામલો સામે આવ્યો છે. જેમાં ફરિયાદનો ભોગ બનનાર પોલીસ કર્મચારીઓ અને GRD જવાનના પરીવારજનો તેમજ સમાજના આગેવાનોએ જીલ્લા કલેક્ટર સહિત જિલ્લા પોલીસ વડાની કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, પોલીસ વિભાગની અંદરો અંદરની ખેંચતાણ અને રાગદ્વેષના કારણે પોલીસ કર્મચારીઓ સામે ખોટી ફરિયાદ દાખલ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં બજાણા PSI વિદેશી બનાવટનો દારૂનો જથ્થો ભરતી વખતે સ્થળ પર હાજર હોવા છતાં દારૂ સગેવગે કરવાની ખોટી ફરિયાદ દાખલ કરી હોવાનો આક્ષેપ કરાયો છે. પોલીસ દ્વારા જ ઝડપાયેલ વિદેશી દારૂ બારોબાર સગેવગે અને વેચાણ કરવાની 3 પોલીસ કર્મચારીઓ અને એક GRD જવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જોકે, સમગ્ર મામલે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે, ત્યારે હાલ તો ચારેય પોલીસકર્મીઓને ન્યાય મળે તે માટે તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.

Next Story