સુરેન્દ્રનગર : માવઠાથી રળોલ ગામે ઇસબગુલના પાકનો સોથ વળ્યો, રૂ. 2 કરોડથી વધુનું ખેડૂતોને નુકશાન..!

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં 3-4 વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત અને આશા પર પાણી ફેરવી દીધું છે.

New Update
સુરેન્દ્રનગર : માવઠાથી રળોલ ગામે ઇસબગુલના પાકનો સોથ વળ્યો, રૂ. 2 કરોડથી વધુનું ખેડૂતોને નુકશાન..!

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં 3-4 વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત અને આશા પર પાણી ફેરવી દીધું છે. લીંબડી તાલુકાના રળોલ અને આસપાસના ગામોમાં અંદાજે 5 હજાર વીઘા કરતા વધુ જમીનમાં ઇસબગુલનું વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ કમોસમી વરસાદે પાકનો સોથ વાળી દેતા રળોલ ગામમાં અંદાજે 2 કરોડથી વધુનું નુકસાન થતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોથી જાણે કુદરત પણ રૂઠી હોય તેમ જિલ્લામાં ભર ઉનાળે 3 વાર કરા અને વાવાઝોડા સાથે વરસાદ થતાં ખેતીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જિલ્લામાં ઘઉં,વરીયાળી, ચણા, એરંડા જેવા પાકમાં તો નુકસાન છે. પરંતુ સૌથી વધુ આર્થિક નુકસાન ઇસબગુલનું વાવેતર કરતા ખેડૂતોને થયું છે. લીંબડી તાલુકાના રળોલ, જસમતપુર, ગેડી, ટોકરાળા સહીતના ગામોમાં અંદાજે 5 હજાર વીઘા જમીનમાં ઇસબગુલનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં એકલા રળોલ ગામમાં જ 2 હજાર વીઘા કરતા વધુ જમીનમાં ઇસબગુલનું વાવેતર કરવામાં આવ્યું હતુ. ઇસબગુલ આયુર્વેદિક દવામાં ઉપયોગી હોય હોવાથી જેની માંગ રહે છે, અને આ વર્ષે ઇસબગુલના ભાવ પણ એક મણના 3 હજારથી 3, 400 જેટલા મળતા ખેડૂતોને સારી ઉપજ આવવાની આશા હતી.

પરંતુ કુદરતને જાણે આ મંજૂર ન હોય તેમ છેલ્લા 10 દિવસમાં 3 વાર કરા અને વાવાઝોડા સાથે વરસાદ થતાં ખેડૂતોની આશા અને સપના પણ આ વરસાદી પાણીમાં તણાઇ ગયા હતા. સામાન્ય રીતે ઇસબગુલના વાવેતરમાં એક વીધામાંથી અંદાજે 5 મણ ઇસબગુલનું ઉત્પાદન થાય છે, ત્યારે ખસલી રળોલ એક જ ગામમંમથી 10 હજાર મણ ઇસબગુલનું ઉત્પાદન થવાની આશા હતી. પરંતુ કમોસમી વરસાદે વિનાશ વેરતા ખેતરમાં તૈયાર ઇસબગુલ નોપાક ખરી જતાં રળોલ એક જ ગામમાં અંદાજે રૂપિયા 2 કરોડથી વધુનું નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. મોંધા બીયારણ અને દવાના ખર્ચ, પીયત માટે ડીઝલનો ખર્ચ સહીતનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ સર્જાઇ છે. આટલુ મોટુ નુકસાન હોવા છતાં ખેતીવાડી વિભાગ હજુ પણ સબ સલામત હોવાના ગાણાં ગાઇ રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા ખેડૂતોની સાચી સ્થિતિ જાણવા તાત્કાલિક સર્વે કરાવવામાં આવે અને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Latest Stories