New Update
રાણાગઢ ગામમાં દશેરા પર્વની અનોખી પરંપરા
દેશભરમાં દશેરાએ કરાય છે રાવણ દહન
રાણાગઢમાં અગિયારસના દિવસે ઉજવાય છે દશેરા
રાવણનું દહન નહીં પણ રામ કરે છે રાવણનો વધ
વર્ષો જૂની પરંપરાને જીવંત રાખતા ગ્રામજનો
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રાણાગઢ ગામમાં દશેરાની અનોખી ઉજવણી કરવામાં આવે છે.જેમાં દશેરાના બદલે અગિયારસના દિવસે રાવણ દહન કરવાના બદલે રાવણનો વધ કરવામાં આવે છે. અને વર્ષો જુની આ પરંપરા આજે પણ લોકોએ જાળવી રાખી છે.
અસત્ય પર સત્યના વિજય એવા દશેરાની ઉજવણી સમગ્ર દેશમાં ધામધૂમથી કરવામાં આવે છે,પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રાણાગઢ ગામે અગિયારસના દિવસે દશેરાની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર દેશમાં દશેરાના દિવસે રાવણનું દહન કરવામાં આવે છે પરંતુ રાણાગઢમાં દશેરાના બદલે અગિયારસના દિવસે દશેરાની ઉજવણી કરવામાં આવે છે અને રાવણનું દહન કરવાના બદલે રાવણનો વધ કરવામાં આવે છે. જેમાં લાકડી વડે રામ રાવણનું યુદ્ધ ખેલાય છે અને રામ રાવણના યુધ્ધને નિહાળવા સમગ્ર ગામ તેમજ આસપાસના લોકો એકઠા થાય છે.અંતે રામ દ્વારા રાવણનો વધ કરવામાં આવે છે.ત્યાર બાદ સમગ્ર ગામ જયશ્રી રામના ગગનચુંબી નારા સાથે ગુંજી ઉઠે છે. રાણાગઢ ગામમાં આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને આ પરંપરાને આજે પણ ગામ લોકોએ જીવંત રાખી છે.
Latest Stories