Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : રાવણનું દહન નહિ પણ રાવણનો કરાય છે "વધ", પાણશીણા ગામે અનોખી ઉજવણી

X

સુરેન્દ્રનગર જિલ્લાના પાણશીણા ગામ ખાતે અગીયારસના દિવસે દશેરાની ઉજવણી કરવામાં આવે છે અને તેમાં પણ રાવહ દહનની જગ્યાએ રાવણવધ કરવામાં આવે છે.સમગ્ર દેશમાં દશેરાના દિવસે રાવણ દહન કરવામાં આવે છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાનું પાણશીણા ગામમાં અગીયારસના દિવસે દશેરા ઉજવવામાં આવે છે.રાવણ અને રામ વચ્ચેના યુધ્ધનું દ્રશ્ય ઉભું કરવામાં આવે છે. રામ, લક્ષ્મણ અને રાવણ વચ્ચે લાકડીથી યુધ્ધ ખેલાય છે અને છેલ્લે રાવણનો વધ કરવામાં આવે છે. પાણશીણા ગામ ખાતે આ પરંપરા અંદાજે ૧૦૦ વર્ષ કરતા વધુ સમયથી ચાલી આવે છે.રામ રાવણના યુધ્ધ દરમિયાન ગામના બજારમાં માનવ મહેરામણ ઉમટી પડે છે અને રસ્તાની બન્ને તરફ ઉભેલા લોકો રાવણને મારો રાવણને મારો તેમજ જયશ્રી રામના સુત્રોચ્ચાર કરી રામના સૈન્યને પ્રોત્સાહન પુરુ પાડતા જોવા મળે છે. આ પરંપરાને આજે પણ ગ્રામજનોએ જાળવી રાખી છે જેની પાછળ એક અતિ મહત્વનું કારણ પર્યાવરણને દૂષિત થતુ બચાવવાનુ પણ ગામલોકો જણાવી રહ્યાં છે. જે શહેરોમાં રાવણદહન દરમિયાન મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવતા હોય છે જેના કારણે વાયુ પ્રદૂષણ ફેલાય છે.

Next Story