સુરેન્દ્રનગર : રૂ. 2 લાખની ચલણી નોટના દિવ્ય શણગાર સાથે ધ્રાંગધ્રા સ્થિત મહાલક્ષ્મી મંદિરે કરાય ધનતેરસની ભવ્ય ઉજવણી…

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત મહાલક્ષ્મી માતાના મંદિરે આજે ધનતેસરના પાવન અવસરે રૂપિયા 2 લાખની ચલણી નોટોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો

સુરેન્દ્રનગર : રૂ. 2 લાખની ચલણી નોટના દિવ્ય શણગાર સાથે ધ્રાંગધ્રા સ્થિત મહાલક્ષ્મી મંદિરે કરાય ધનતેરસની ભવ્ય ઉજવણી…
New Update

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત મહાલક્ષ્મી માતાના મંદિરે આજે ધનતેરસના પાવન અવસરે રૂપિયા 2 લાખની ચલણી નોટોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

આજે ધનતેરસનો પવિત્ર અવસર છે, ત્યારે આજના દિવસે લોકો લક્ષ્મીજીનું વિશેષ પૂજન કરતા હોય છે. મહાલક્ષ્મી માતાની કૃપા લોકો પર સદા વરસતી રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં આવેલ મહાલક્ષ્મી માતાના મંદિરે છેલ્લા 100 વર્ષથી ધનતેરસના દિવસે વિશેષ ઉજવણી કરવામાં આવે છે, જ્યાં ચલણી નોટો તેમજ સોનાના આભૂષણો દ્વારા મહાલક્ષ્મી માતાને શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં ચલણી નોટ જેવી કે બે, પાંચ, દસ, વીસ, પચાસ, સો, બસો, પાંચસો અને બે હજારની ચલણી નોટ મળી કુલ રૂ. 2 લાખથી વધુની ચલણી નોટોનો ભવ્ય શણગાર કરવામાં અવ્યો હતો. જેના દર્શન કરવા માટે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું.

આજના દિવસે લોકો પર માઁ લક્ષ્મીની કૃપા વરસતી રહે તે માટે પ્રાર્થના કરવા આવી હતી. દર્શનાથીઓ પણ શણગારના દિવ્ય દર્શન કરીને ખૂબ આનંદીત થયા હતા.

#Gujarat #Connect Gujarat #Surendranagar #Dhrangadhra #Beyond Just News #grand celebration of Dhantesar #Mahalakshmi temple #divine decoration #currency notes
Here are a few more articles:
Read the Next Article