Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: સર્વસમાજ સંમેલનનું કરવામાં આવ્યું આયોજન,કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ રહ્યા ઉપસ્થિત

આગામી સાત મે ના રોજ લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું યોજાવાનું છે જે માટે રાજકીય પક્ષો દ્વારા અંતિમ દિવસોમાં પ્રચાર આવી રહ્યો છે.

X

સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ સર્વ સમાજ સંમેલન યોજયુ હતું જેમાં ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો

આગામી સાત મે ના રોજ લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું યોજાવાનું છે જે માટે રાજકીય પક્ષો દ્વારા અંતિમ દિવસોમાં પ્રચાર આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે સુરેન્દ્રનગર શહેરમાં ક્ષત્રિય અસ્મિતા અને લડત સમિતિ દ્વારા આયોજીત સર્વ સમાજ એકતા મહાસંમેલન યોજાયુ હતું.જેમાં કોંગ્રસના પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલ, સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવાર ઋત્વિક મકવાણા,જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌસાદ સોલંકી તેમજ જીલ્લાના વિવિધ સમાજના આગેવાનો જેમાં કોળી સમાજ, દલિત સમાજ, બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ક્ષત્રિય સમાજને ટેકો આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઝાલાવાડ ક્ષત્રિય સમાજનાં હોદેદારો આગેવાનો તેમજ યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ કોંગ્રેસના ઉમેદવાર અને પ્રદેશ પ્રમુખ દ્વારા કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું જેમાં આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી સાથે ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા હતા.

Next Story