સુરેન્દ્રનગર : કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રામરાસ મધમાખી ઉછેર કેન્દ્રની લીધી મુલાકાત,મધ ઉત્પાદન અંગે મેળવ્યું માર્ગદર્શન

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના ભરત ડેઢાણીયા મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવે છે, જે કેન્દ્રની આણંદ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપકોએ મુલાકાત લીધી હતી.

New Update
  • રામરાસ મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાત લેતા વિદ્યાર્થીઓ

  • આણંદ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ મેળવ્યું માર્ગદર્શન

  • મધમાખીનું જમીન પર મહત્વ વિશે માહિતી મેળવી

  • ફ્લેવર્સ યુક્ત મધના ઉત્પાદન અંગે રસપ્રદ માહિતી આપવામાં આવી

  • ફ્લેવર્સ મધના શું ફાયદા છે તે વિશે આપવામાં આવ્યું માર્ગદર્શન

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના ભરત ડેઢાણીયા મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવે છેજે કેન્દ્રની આણંદ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપકોએ મુલાકાત લીધી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના ભરત ડેઢાણીયા મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવે છે.આ કેન્દ્રની આણંદ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપકોએ મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાત લીધી હતી.કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મધમાખી વિશે પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને વિદ્યાર્થીઓને વધુ માર્ગદર્શન આપતા ખેડૂત ભરત ડેઢાણીયાએ જણાવ્યું હતું કે વરિયાળીતલ,સરગવોઅજમોબાવળજેવા વિવિધ ફ્લેવરના મધનું ઉત્પાદન કરીને તેનું વેચાણ કરી શકો છો,વિદ્યાર્થીઓને મધમાખી માટેના વિવિધ પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવ્યા હતા.સાથે  મધમાખીનું શું મહત્વ છે તેના ફાયદા વિશેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને વિદ્યાર્થીઓએ મધમાખી કેવી રીતે મધ આપે છે,  મધમાખીનું જમીન અને વાતાવરણમાં શું મહત્વ છે.તેના થકી કેવું મધ ઉત્પાદન મેળવી શકીએ છીએ તેમજ મધ ખાવાથી શું ફાયદા છે,અલગ અલગ ફ્લેવરના મધ લોકોને શું કામ આવે છે.જેમ કે અજમા ના ફ્લેવરનાં મધથી શરદી ઉધરસ મટી શકે છે,તેમજ બાવળ અને સરગવાના ફ્લેવરના મધથી સાંધાના દુખાવા દૂર થાય છે અને વરિયાળીના ફ્લેવરથી ઠંડક મળે છે.તે બધી માહિતી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.

Latest Stories