સુરેન્દ્રનગરની મુખ્ય સબજેલમાં કાચા કામના આરોપીઓના 2 જુથ વચ્ચે અથડામણ થતાં પોલીસ બેડામાં દોડધામ મચી હતી. તો બીજી તરફ, આ મામલામાં જિલ્લા પોલીસ વડાએ તાત્કાલીક ધોરણે તપાસના આદેશ કર્યા છે.
સુરેન્દ્રનગરની સબજેલ જાણે કે, હવે સુરક્ષિત નથી તેવો ઘાટ ઘડાયો છે. ગત શુક્રવારે મોડી સાંજે સુરેન્દ્રનગર સબ જેલમાં શિસ્ત અને સલામતી જોખમાય હતી. સબજેલમાં સજા ભોગવી રહેલા કાચા કામના કેદીઓના 2 જુથ વચ્ચે ધિંગાણું થયાના અહેવાલ સામે આવ્યા છે. અહીં કાચા કામા 2 જુથ વચ્ચે મારામારી થઈ હતી. ઘટનાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનીક પોલીસ સબ જેલ ખાતે રીતસરના ધામા નાખ્યા છે.
તો બીજી તરફ, સબજેલમાં જેલર સહિતનો સ્ટાફ હાજર હોવા છતા કાચા કામના કેદીઓ વચ્ચે છૂટા હાથની મારામારીનો બનાવ કેવી રીતે બન્યો તેને લઈને પણ ચર્ચાનો દૌર શરૂ થયો છે. આ તરફ, જિલ્લા પોલીસ વડાએ જેલમાં જુથ અથડામણને લઈને તાત્કાલીક ધોરણે તપાસના આદેશ કર્યા છે.