Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: પુત્રની હત્યા કરનાર સાવકી માતાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી,જુઓ શું હતો મામલો

પુત્રની હત્યા કરનાર સાવકી માતાને લીંબડી એડીશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે.

X

સુરેન્દ્રનગરમાં પુત્રની હત્યા કરનાર સાવકી માતાને લીંબડી એડીશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે.

સુરેન્દ્રનગર શહેરના ક્રુષ્ણનગર વિસ્તારમાં વર્ષ ૨૦૧૮માં સાવકી માતા જીનલે માસુમ પુત્ર ભદ્રેશને ગળે ટુંપો આપી સુટકેસમાં પુરી ઘાતકી હત્યા નીપજાવી દીધી હતી. આ ચકચારી બનાવમાં હત્યારી સાવકી માતા જીનલ હાલ જેલવાસ ભોગવી રહી હતી અને હત્યા અંગેનો કેસ લીંબડી એડીશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ વાય.એમ.યાજ્ઞિક દ્વારા આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણી આરોપી જીનલને મ્રુત્યુદંડની સજા કરવા માંગ કરી હતી જો કે તે દલીલ ગ્રાહ્ય રાખી ન હતી અને આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. સામા પક્ષે આરોપી જીનલના વકીલે સજા ઘટાડવા દલીલો કરી હતી ત્યારે કોર્ટ જણાવ્યુ હતુ કે આવા કેસમાં સજા ઘટાડવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશો જાય અને ફરીયાદીને અન્યાય થયાની લાગણી અનુભવાય જેથી કોર્ટે આજીવન સજાનો હુકમ કર્યો હતો. મ્રુતક બાળકના પિતા સહીતના પરિવારજનોએ કોર્ટના ન્યાયને વધાવ્યો હતો અને ચાર વર્ષ બાદ ન્યાય મળ્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો

Next Story