સુરેન્દ્રનગર : લીંબડી તાલુકાનો ભગવાનપર-વિઠ્ઠલગઢનો મુખ્ય માર્ગ બિસ્માર બનતા વાહનચાલકોને મુશ્કેલી

લીંબડી તાલુકાના ભગવાનપરથી વિઠ્ઠલગઢ સુધીનો મુખ્ય માર્ગ હાલમાં અત્યંત બિસ્માર હાલતમાં છે.વાહનચાલકોને મોટા ખાડામાંથી ભારે હાલાકીનો સામનો કરીને પસાર થવું પડે છે

New Update
  • બિસમાર માર્ગથી પરેશાન લોકો

  • ભગવાનપરથી વિઠ્ઠલગઢનો માર્ગ બિસ્માર

  • ઠેર ઠેર ખાડા પડવાથી વાહન ચાલકોને હાલાકી

  • તંત્રમાં ઉગ્ર રજૂઆતો બાદ પણ પરિણામ શૂન્ય

  • વહેલી તકે મુખ્ય માર્ગ બનાવવા ઉઠી માંગ

 સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભગવાનપરથી વિઠ્ઠલગઢ સુધીનો મુખ્ય માર્ગ હાલમાં અત્યંત બિસ્માર હાલતમાં છે. આ રોડ પર ઠેર ઠેર મોટા ખાડા પડી જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભગવાનપરથી વિઠ્ઠલગઢ સુધીનો મુખ્ય માર્ગ હાલમાં અત્યંત બિસ્માર હાલતમાં છે.વાહનચાલકોને મોટા ખાડામાંથી ભારે હાલાકીનો સામનો કરીને પસાર થવું પડે છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ આ માર્ગ પરથી રોજબરોજ મોટા અને ઓવરલોડ વાહનોની અવરજવર ચાલુ રહે છે. ભારે ટ્રાફિક અને ભારે વાહનોના પ્રેશરને કારણે રોડનું ધોવાણ થઈ ગયું છે અને માર્ગ પર મોટા-મોટા ખાડા પડી ગયા છે.

ભગવાનપરથી નાની કઠેચી અને મોટી કઠેચી ગામ સુધી આ માર્ગ ખેડૂતો માટે પણ મહત્વપૂર્ણ ગણાય છે. પાક અને કૃષિ ઉત્પાદનોની અવર જવર માટે આ જ માર્ગનો મુખ્ય ઉપયોગ થાય છે. પરંતુ માર્ગની દયનીય સ્થિતિને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. લાંબા સમયથી રસ્તાની સમસ્યાથી લોકો પરેશાન થઇ રહ્યા છે,છતાં તંત્ર દ્વારા કોઈ જવાબદારીપૂર્વકનું પગલું ન લેવામાં આવતા નારાજગી વ્યાપી રહી છે.

Latest Stories