/connect-gujarat/media/post_banners/b58fe1e40c9b4df03f44f4fd5d4b65b617682e7bb99e201a0598fe0653111cec.jpg)
સુરેન્દ્રનગર શહેરના તમામ મુખ્ય રસ્તાઓ પરથી લારીઓ અને દબાણ હટાવવા વેપારી એસોસિએશન દ્વારા નગરપાલિકા પ્રમુખને રજુઆત કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિક અને લારીના દબાણો દુર કરવા મામલે જિલ્લા કલેક્ટર અને પાલિકા તંત્ર તેમજ પોલીસ સાથેની બેઠક બાદ પણ યોગ્ય નિકાલ ન થતાં વેપારીઓએ ભેગા મળી સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખને આ બાબતે રજુઆત કરી પોતાની વ્યથા ઠાલવી હતી. શહેરમાં ટ્રાફિક અને દબાણ મામલે તંત્ર દ્વારા વેપારીઓ અને લારીધારકો સાથે બેઠક યોજ્યા બાદ લારીધારકોને અલગ અલગ 3 સ્થળે જગ્યા ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ આ નિર્ણયમાં શહેરના અમુક રસ્તાઓ પરના લારીધારકોને જ જગ્યા ફાળવવામાં આવી હોવાથી શહેરના અન્ય રસ્તાઓ પર લારી અને દબાણોનો સળગતો પ્રશ્ન જેમનો તેમ રહે તેવી શક્યતાઓ વેપારીઓએ વ્યક્ત કરી હતી, ત્યારે આ મામલે વેપારી એસોસિએશનના આગેવાનોએ સુરેન્દ્રનગર પાલિકા કચેરીમાં પાલિકા પ્રમુખ સહીતના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.