New Update
વઢવાણમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
પોલીસે મધ્યપ્રદેશ ગેંગના સાગરીતની કરી ધરપકડ
મધ્યપ્રદેશથી પોલીસે ચોરને દબોચી લીધો
પોલીસે રૂ.8.50 લાખનો મુદ્દામાલ પણ કર્યો જપ્ત
ખેત મજૂરીના બહાને રેકી કરીને ચોરીને આપતા હતા અંજામ
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર ગેંગના એક આરોપીને પોલીસે દબોચી લીધો હતો.અને પોલીસે રૂપિયા 8 લાખ 50 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરના વિશ્વકર્મા ટાઉનશીપમાં રહેતા ભરત પરમારે ફરિયાદ નોંધાવી હતી કે તેઓના ઘરમાં કોઇ તસ્કરોએ તાળા તોડી રોકડા રૂપિયા અને ઘરેણાની ચોરી થઈ હતી.જ્યારે વઢવાણ શહેરમાં અન્ય જગ્યાઓ પર પણ ઘરફોડ ચોરીના બનાવો બન્યા હતા.ચોરીના બનાવોની તપાસ કરતી પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરી હતી.જેમાં એક અર્ટીકા કાર શંકાસ્પદ જણાતા તપાસનો દોર મધ્યપ્રદેશ સુધી લંબાવ્યો હતો, અને એક ટીમ મધ્યપ્રદેશ પહોંચી ચોરી કરનાર ગેંગના આરોપી ભવાનસિંહ ભિશનસિંહ સિંગાડને અંતરિયાળ જંગલ વિસ્તાર માંથી ઝડપી લઈને સઘન પૂછપરછ કરતા આરોપીએ ચોરી અંગેની વિગતો આપી હતી. અને જણાવ્યું હતું કે ખેત મજૂરીના બહાને તેઓ આવતા હતા અને રેકી કરીને ચોરીને અંજામ આપતા હતા.તેમજ ચોરીને અંજામ આપી મધ્યપ્રદેશ જંગલ વિસ્તારમાં છુપાઈ જતા હતા.પોલીસે આરોપી પાસેથી રૂપિયા 8 લાખ 50 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે,અને પોલીસે આરોપી ભવાનસિંહ સિગાડની ધરપકડ કરી રિમાન્ડ મેળવી ઘરફોડ ગેંગના ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
Latest Stories