સુરેન્દ્રનગર :  મિશન મંગલમ થકી મહિલાઓએ સ્વ-સહાય જૂથની મદદથી સ્વરોજગાર કર્યો પ્રાપ્ત, ગ્રામીણ જીવનમાં આવ્યું નવું પરિવર્તન

ભારતીય અર્થતંત્રમાં બહેનો અનેક સ્તરે યોગદાન આપી રહી છે. ખાસ કરીને સ્વ-સહાય જૂથના માધ્યમથી ગામડાઓમાં મિશન મંગલમ થકી હજારો મહિલાઓ સ્વ-સહાય જૂથની મદદથી સ્વરોજગાર પ્રાપ્ત કરી રહી છે.

New Update
  • મિશન મંગલમ થકી સ્વરોજગાર

  • મહિલાઓને મળ્યો સ્વરોજગાર

  • મહિલાઓનું બદલાયું જીવન ધોરણ

  • હાલમાં 580 સ્વ-સહાય જૂથો કાર્યરત

  • ગ્રામીણ જીવનમાં આવ્યું નવું પરિવર્તન  

ભારતીય અર્થતંત્રમાં બહેનો અનેક સ્તરે યોગદાન આપી રહી છે. ખાસ કરીને સ્વ-સહાય જૂથના માધ્યમથી ગામડાઓમાં મિશન મંગલમ થકી હજારો મહિલાઓ સ્વ-સહાય જૂથની મદદથી સ્વરોજગાર પ્રાપ્ત કરી રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામમાં 'મોમાઈ સખી મંડળસાથે જોડાયેલી 12 બહેનો રસોઇ અને મંડપ ડેકોરેશનના વ્યવસાય સાથે જોડાયેલી છે. તેઓ અંદાજે 50 થી લઈ 5 હજાર લોકો સુધીનું ભોજન તૈયાર કરી શકે છે.

મોમાઈ સખી મંડળની જેમ દસાડા-પાટડી તાલુકામાં કાર્યરત 'હિમાંશી ખાખરા ગૃહ ઉદ્યોગમહિલા સ્વ-સહાય જૂથ પણ સ્વરોજગારીના બળે પ્રગતિ કરી રહ્યું છે. બે મહિલાઓથી શરુ થયેલા આ જૂથની સંખ્યા આજે દસે પહોંચી છે. આ બહેનોએ મિશન મંગલમ હેઠળ સહાય પ્રાપ્ત કરી મશીનો વસાવ્યા છે.અને આજે તેમનો મહિનાનો કારોબાર રૂપિયા 4 લાખને પાર કરી ગયો છે.

આ તાલુકામાં કુલ 580 સ્વ-સહાય જૂથો કાર્યરત છેજેમાં મહિલાઓ કેટરિંગખાખરા ઉદ્યોગકરિયાણા સ્ટોર અને સાબુ બનાવટ જેવા ક્ષેત્રોમાંથી રોજગારી પ્રાપ્ત કરી રહી છે. નોંધપાત્ર બાબત એ છે કે  'મિશન મંગલમ્યોજના હેઠળ મહિલા સ્વ-સહાય જૂથોને રૂપિયા 30 હજારથી લઈને રૂપિયા 10 લાખ સુધીની લોન તેમજ સબસીડી આપવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 500થી વધુ સ્વ-સહાય જૂથો ગ્રામીણ જીવનમાં નવું પરિવર્તન આણી રહ્યા છે.

Latest Stories