સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસે યુવક પર પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કરનાર કિન્નરને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર બંસીધર સોસાયટીમાં રહેતો અને મંડપ સર્વિસનો વ્યવસાય કરતા ધીરૂ પરાલીયા રાત્રીના 9 વાગે મંડપ નાખવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો.બાદમાં રાત્રે 1.30 વાગ્યાના અરસામાં તે સળગેલી હાલતમાં નર્મદા કેનાલ ઉપરથી મળી આવ્યો હતો. યુવાને તે સમયે પોલીસને એવું જણાવ્યું હતું કે તેને કોઇ અજાણ્યા શખસોએ સળગાવ્યો છે. પરંતુ બાદમાં આ યુવાન નિવેદન બદલતો રહેતો હોય પોલીસને સમગ્ર ઘટનામાં કાઇ બીજુ જ કારણ હોવાની આશંકા ગઇ હતી.આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ધીરૂભાઇને યોગેશ ઉર્ફે સાનિયા નરસિંહ મોણપરા નામના વ્યંઢળ સાથે અનૈતિક સબંધ હતો.બંને ઘણા સમયથી આવા સબંધથી જોડાયેલા હતા.પરંતુ થોડા સમયથી સનાયા આ સબંધ રાખવાની ના પાડતી હતી. સામે ધીરૂભાઇ સબંધ બાંધવા દબાણ કરતો હતો.આથી બંને વચ્ચે ખટરાગ ચાલતો હતો.બાદમાં ધીરૂભાઇના ત્રાસથી કામ છૂટવા માટે યોગેશ ઉર્ફે સનાયાએ હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો.પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે