સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જંગી જાહેર સભાને સંબોધી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર-પ્રસારમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જ્યારે દરેક પાર્ટીના નેતા પોતાની પાર્ટીની જીત માટે એડીચોટીનું જોર લગાડી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સુરેન્દ્રનગર જિલ્લાના મહેમાન બન્યા હતા. સ્મૃતિ ઈરાની થાનગઢ ખાતે ભાજપના પ્રચાર અર્થે આવી પહોચ્યા હતા. થાનગઢના પીપળાના ચોક ખાતે સ્મૃતિ ઈરાનીએ જાહેર સભાને સંબોધી હતી. આ સાથે જ તેઓએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરી ચાબખા માર્યા હતા. ચોટીલા બેઠકના ભાજપના ઉમેદવાર શામજી ચૌહાણ સહિત તમામ બેઠકોના ભાજપના ઉમેદવારોને જીતાડવા સ્મૃતિ ઈરાની લોકોને આહવાન પણ કર્યું હતું.