Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : જવાહર નવોદય વિદ્યાલય-ધ્રાંગધ્રામાં વુડન ક્રાફ્ટ વર્કશોપ યોજાયો, વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો...!

વિદ્યાર્થીઓમાં રહેલ કળા બહાર આવે અને આર્ટ થકી તેઓ આગળ વધે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત જવાહર નવોદય વિદ્યાલય ખાતે વુડન ક્રાફ્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

વિદ્યાર્થીઓમાં રહેલ કળા બહાર આવે અને આર્ટ થકી તેઓ આગળ વધે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત જવાહર નવોદય વિદ્યાલય ખાતે વુડન ક્રાફ્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજની યુવા પેઢી ભણતર સાથે કલા આર્ટમાં જોડાય તેમજ પોતાનામાં રહેલું હુન્નર બહાર આવે તે તે હેતુથી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત જવાહર નવોદય વિધાલયમાં 10 દિવસનો વુડન ક્રાફ્ટ વર્કશોપ યોજવામાં આવ્યો હતો. ટ્રેનર તરીકે વુડન આર્ટિસ્ટ શંભુભાઈ દ્વારા વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી. જેમાં વુડન ગેમ, વુડન આર્ટ, વુડન રમકડા, વુડન રેખાચિત્ર, પેન્ટિંગ પારંપરિક તરીકાથી અને આધુનિક રીતે પણ બાળકોને શીખવવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ધો. 9થી 12ના 30 વિદ્યાર્થીઓએ ભાગ લઈ વુડન એક્ટિવિટી કરી હતી. સ્કીલ ઇન્ડિયા મિશન એ ભારતીયોને ગમે તેવી કટ્ટર હરીફાઈમાં પણ ટકી શકવાની કુશળતા આપવા માટે હાથ ધરાયું છે, ત્યારે વિદ્યાલયના બાળકો દ્વારા લાકડામાંથી વિવિધ કૃતિઓ બનાવવામાં આવી હતી.

Next Story