-
ચીખલી તાલુકાના સુરખાઈ ગામ ખાતે આયોજન
-
સૌપ્રથમ વાર ઐતિહાસિક ટ્રાયબલ ટ્રેડ ફેર યોજાયો
-
યુવાઓને વિવિધ એકમો દ્વારા માર્ગદર્શન અપાયું
-
શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોર રહ્યા વિશેષ ઉપસ્થિત
-
પ્રાચીન સંસ્કૃતિ અંતર્ગત વિવિધ નૃત્ય રજૂ કરાયા
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઈ ગામ ખાતે સૌપ્રથમ વાર ઐતિહાસિક ટ્રાયબલ ટ્રેડ ફેરનો રાજ્યના આદિજાતિ વિકાસ પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડો. કુબેર ડીંડોરની અધ્યક્ષતામાં પ્રારંભ કરવામાં આવ્યો છે.
નવસારી જિલ્લામાં ટ્રાયબલ વિસ્તારના આદિવાસી યુવાનો સ્કીલ બેઝ વ્યવસાયિક સફળતા મેળવવા સાથે નોકરીની વિપુલ તકોનો લાભ લે તેમજ ઉદ્યોગ-ધંધા શરૂ કરવા માટે ક્યાંથી શરૂઆત કરે તેવા પ્રશ્નોના જવાબ માટે ચીખલી તાલુકાના સુરખાઈ ગામ ખાતે સૌપ્રથમ વાર ત્રિદિવસીય ઐતિહાસિક ટ્રાયબલ ટ્રેડ ફેરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના આદિજાતિ વિકાસ પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડો. કુબેર ડિંડોર તેમજ વલસાડના સાંસદ ધવલ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સરકારના વિવિધ એકમો દ્વારા માર્ગદર્શન માટે ખેતીવાડી, બાગાયતી પ્રાકૃતિક ખેતી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, આદિજાતિ વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ, બેન્કના બોર્ડ વગેરે એકમોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નાણાકીય જોગવાઈ કેવી રીતે મેળવી શકાય, વ્યાપાર ધંધામાં આગળ વધવા માટે આયોજન, માર્ગદર્શન અને તાલીમ પણ આપવાની શરૂઆત થઈ છે. આદિવાસી સમાજની પ્રાચીન સંસ્કૃતિ અંતર્ગત વિવિધ સંસ્કૃતિને આધીન ઘેરૈયા નૃત્ય, માદળનૃત્ય, તારપા નૃત્ય, કાહળી, તુર તેમજ ડાંગી નૃત્ય પણ રજૂ કરવામાં આવ્યા હતા.