રાજયભરના તલાટીઓ ઉતર્યા હડતાળ પર, સરકાર પાસે કરી રહયાં છે વિવિધ માંગણીઓ

રાજયભરના તલાટીઓ ઉતર્યા હડતાળ પર, સરકાર પાસે કરી રહયાં છે વિવિધ માંગણીઓ
New Update

રાજયભરના તલાટીઓ પડતર માંગણીઓ સંદર્ભમાં હડતાળ પર ઉતરી જતાં વાવાઝોડા અને વરસાદની આગાહી વચ્ચે રાહત તથા બચાવ કામગીરી પર અસર થવાની સંભાવનાઓ જોવામાં આવી રહી છે.

રાજયના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતાં કર્મચારીઓ તેમની પડતર માંગણીઓ સંદર્ભમાં સરકાર સામે મોરચો ખોલી રહયાં છે. રાજયની વિવિધ ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતાં તલાટીઓ હડતાળ પર ઉતર્યા છે. તેમની હડતાળ તારીખ 4 ઓકટોબર સુધી ચાલશે. છેલ્લા ઘણા સમયથી તલાટીઓ દ્વારા સરકાર સામે પોતાની માંગોને લઈને વિવિધ રજૂઆત કરવામાં આવી છે પરતું સરકાર દ્વારા હજુ સુધી કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. તલાટીઓની માંગ છે કે વર્ષ 2004-05માં ફીક્સ પગારની નિમણૂંક પામેલા તલાટીઓની 5 વર્ષની સેવાને સળંગ ગણવામાં આવે તેમજ 2007ના તલાટી સિનિયર અને 2005ના તલાટી જૂનિયર ગણાય છે ત્યારે આ મુદ્દે નિર્ણય કરવામાં આવે, તેમજ 2004-05માં ભરતી થયેલા 975 તલાટીઓનો નિર્ણય સરકાર કરતી નથી તેને લઈ સરકાર સામે જલ્દી નિર્ણય કરવાની માંગ કરાવમાં આવી રહી છે. આ ઉપરાંત તલાટીઓની અન્ય ઘણી માંગણીઓ છે. રાજયમાં એક તરફ અનરાધાર વરસાદ વરસી રહયો છે અને બીજી તરફ વાવાઝોડાનો પણ ખતરો છે તેવામાં તલાટીઓની હડતાળથી તંત્રમાં દોડધામ મચી છે.

#Connect Gujarat #GujaratiNews #strike #વડોદરા Samachar #Gujarat Talati Mantri Strike #Gujarat Talati Strike
Here are a few more articles:
Read the Next Article