Connect Gujarat
ગુજરાત

તાપી : બુહારી ગામે સરપંચ-સભ્યોનો અનોખો પદગ્રહણ સમારોહ યોજાયો, જુઓ જરૂરિયાતમંદો માટે શું કર્યું..!

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે સરપંચ અને ડેપ્યુટી સરપંચ સહિતના સભ્યોનો અનોખો પદગ્રહણ સમારોહ યોજાયો હતો.

X

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે સરપંચ અને ડેપ્યુટી સરપંચ સહિતના સભ્યોનો અનોખો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં કોવિડની પરિસ્થિતિને ધ્યાને રાખી રક્તદાન કેમ્પ યોજાયો હતો, ત્યારે એકત્ર થયેલું આ રક્ત જરૂરિયાતમંદ વ્યક્તિઓને આપવામાં આવશે.

તાપી જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોના સરપંચ અને ડેપ્યુટી સરપંચ તેમજ સભ્યોએ પોતાના પદગ્રહણનો વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે, ત્યારે વાલોડ તાલુકાના બુહારી ગામે સરપંચ અને ડેપ્યુટી સરપંચના પદગ્રહણ સમારોહ અનોખી રીતે યોજવામાં આવ્યો હતો. જેમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી ડેપ્યુટી સરપંચની આગેવાનીમાં ગામના 151 જેટલા યુવાનોએ રક્તદાન કરી પોતાનું સમર્થન આપ્યું હતું. યુવાનોએ ઉત્સાહભેર કરેલ રક્તદાન દરમ્યાન એકત્ર થયેલું રક્ત જરૂરિયાતમંદ વ્યક્તિઓને આપવામાં આવશે. સાથે જ આવનારા દિવસોમાં ગ્રામ્ય વિસ્તારના વિકાસને વધુ વેગ આપવા અને ગ્રામ પંચાયતને સહકાર આપવા ગ્રામજનોએ સંકલ્પ લીધો હતો.

Next Story