જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે કરાયું આયોજન
સુરત રેન્જIGના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન
વાર્ષિક નિરીક્ષણ સહિત લોક દરબારનું આયોજન
લોક દરબારમાં સ્થાનિકોની વિવિધ મુદ્દે રજૂઆત
જિલ્લા પોલીસવડા રાહુલ પટેલ રહ્યા ઉપસ્થિત
તાપી જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષકના અધ્યક્ષ સ્થાને વાર્ષિક નિરીક્ષણ અને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાપી જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહના અધ્યક્ષ સ્થાને વાર્ષિક નિરીક્ષણ અને લોક દરબાર યોજાયો હતો. તાપી જિલ્લા પોલીસવડા રાહુલ પટેલ દ્વારા સૌનો આવકાર આપી લોક દરબારની માહિતી આપવામાં આવી હતી. લોક દરબારમાં સ્થાનિકોએ અવાજ પ્રદુષણ, ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યા સહિતના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. રેન્જIG પ્રેમવીરસિંહએ સાઇબર ક્રાઇમ સહિત વ્યાજખોરો પર અંકુશ અને જરૂરી મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું. હાલના સમયમાં સાયબર ક્રાઇમમાં વધારો થઈ રહ્યો હોય, જેને લઈ લોકોએ પણ જાગૃત થવા તેમજ લોભામણી જાહેરાતોથી દૂર રહેવા માટે રેન્જIGએ જણાવ્યું હતું.