Connect Gujarat
ગુજરાત

તાપી : 31st ડિસેમ્બરની ઉજવણી પૂર્વે પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઊભી કરાય, મહારાષ્ટ્રમાંથી આવતા વાહનોનું સઘન ચેકિંગ...

ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલ તાપી જિલ્લામાં 31st ડિસેમ્બરની ઉજવણીને લઈ પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયુ હતું.

X

ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલ તાપી જિલ્લામાં 31st ડિસેમ્બરની ઉજવણીને લઈ પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયુ હતું. જેને લઈ દારૂ ઘુસાડતા તત્વોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે.

31st ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને લઈ ગુજરાત પોલીસ દારૂ ઘુસાડતા તત્વોને પકડવા માટે એક્શનમાં આવી ગઈ છે. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલ તાપી જિલ્લાના સોનગઢ ખાતે પોલીસ દ્વારા ચેકપોસ્ટ બનાવી સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેને લઈ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ઉલ્લેખનિય છે કે, 31st ડિસેમ્બરની ઉજવણી કરી નવા વર્ષને આવકારવા કેટલાક રસિકો દારૂનો નશો પણ કરતા હોય છે. જેને લઈ મહારાષ્ટ્રમાંથી આવતા વાહનોનું પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

Next Story