તાપી : દ.ગુજરાતના ખેલાડીઓને રાજ્ય સરકારની ભેટ, સીએમ ભુપેન્દ્ર પટેલ રમતગમત સંકુલના નિર્માણ કાર્ય સમીક્ષા કરશે

તાપી જિલ્લામાં 28 કરોડના ખર્ચે રમતગમત સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે જેના કર્યાની સમીક્ષા કરવા સીએમ ભુપેન્દ્ર પટેલ મુલાકાત કરશે.

New Update
તાપી : દ.ગુજરાતના ખેલાડીઓને રાજ્ય સરકારની ભેટ, સીએમ ભુપેન્દ્ર પટેલ રમતગમત સંકુલના નિર્માણ કાર્ય સમીક્ષા કરશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તાપી જિલ્લાની મુલાકાતે

28 કરોડ રૂપિયાના ખર્ચે રમતગમત સંકુલનું નિર્માણ

યોગ, જિમ તથા જુડો રમત માટે મલ્ટીપર્પઝ હોલ બનશે

તાપી જિલ્લામાં 28 કરોડના ખર્ચે રમતગમત સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે જેના કર્યાની સમીક્ષા કરવા સીએમ ભુપેન્દ્ર પટેલ મુલાકાત કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાપી જિલ્લાના પ્રવાસે નીકળશે. ત્યાં કાનપુરા ખાતે રમત ગમત સંકુલનું નિર્માણ કાર્ય સમીક્ષા કરશે. મુખ્યમંત્રી જે સંકુલનું નિરીક્ષણ કરનાર છે તેની વિશેષતા જાણીએ તો આ રમત ગમત સંકુલનું નિર્માણ આઠ એકરમાં અંદાજે 28 કરોડ રૂપિયાના ખર્ચે થનાર છે. જેમાં ઇન્ડોર અને આઉટડોર રમત માટે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હશે, 200થી વધુ ખેલાડીઓ માટે હોસ્ટેલની પણ સુવિધા હશે, યોગ, જિમ તથા જુડો રમત માટે મલ્ટીપર્પઝ હોલ પણ બનશે. આ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તાપી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના રમતગમતના ખેલાડીઓ માટે સ્પોર્ટ્સમાં કારકિર્દી બનાવવા પાયારૂપ ભૂમિકા અદા કરશે.

Latest Stories