/connect-gujarat/media/post_banners/7da6c497c249a0b3a36f3e280e023764c8689fbe72eb07d641833bd5f35f0ea9.jpg)
તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ ડોસવાડા વિયર ડેમ આ વર્ષે પહેલી વાર પાણીથી છલકાય ઉઠ્યો છે, ત્યારે ડેમ છલકાવાની વાતને પગલે આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ ગાયકવાડી રાજના સમયનો ડોસવાડા વિયર ડેમ ચાલુ વર્ષે છલકાયો છે. આ ડેમની સપાટી દરિયાઈ લેવલથી 405 ફૂટ જેટલી છે, જ્યારે હાલ ડેમમાંથી 58 ક્યુસેક પાણી વહી રહ્યું છે. ડેમ ઓવર-ફ્લો થતા જ ડેમનો રમણીય નજારો જોવા મળી રહ્યો છે. ડોસવાડા ડેમ છલકાવાના કારણે ડેમને સંલગ્ન સોનગઢ અને વ્યારા તાલુકા સહિતના 10 જેટલા ગામોને એલર્ટ કરાયા છે.
જોકે, બીજી તરફ ડેમ છલકાવાથી આગામી સમયમાં આસપાસના 20થી વધુ ગામોને ડેમના પાણીનો લાભ મળશે તેવું ડોસવાડા વિયર ડેમના અધિકારી જણાવ્યુ હતું.