તાપી : સાતશીલા ગામે ફોરેસ્ટર- ગ્રામજનો વચ્ચે ઝગડો, 3 આરોપીઓ સામે ફરિયાદ

તાપી ફોરેસ્ટર સાથે 3 આરોપીઓએ કર્યો ઝગડો બોલાચાલીનો વિડીયો થયો વાયરલ 3 આરોપીઓ સામે નોંધાય પોલીસ ફરિયાદ

New Update
તાપી : સાતશીલા ગામે ફોરેસ્ટર- ગ્રામજનો વચ્ચે ઝગડો, 3 આરોપીઓ સામે ફરિયાદ

તાપી જિલ્લાના સાતશીલા ગામે વન વિભાગની ટીમ સાથે બોલાચાલી કરનારા 3 આરોપીઓ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાય છે. મહત્તમ જંગલ વિસ્તાર ધરાવતા વ્યારા તાલુકાના ઝાંખરી રેન્જ ના ફોરેસ્ટર રીનાબેન ચૌધરી સ્ટાફ સાથે નાના સાતશીલા ગામે તેમની રૂટીન કામગીરી કરી રહયાં હતાં. તે સમયે 3 લોકોએ આવી તેમની સાથે કોઇ બાબતે ઝગડો શરૂ કરી દીધો હતો. આ ઝગડાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. ઘટના બાદ રીનાબેન ચૌધરીએ વ્યારા પોલીસ સ્ટેશનમાં જયરામ ગામીત, પ્રકાશ ગામીત અને બાલાજી ગામીત વિરુદ્ધ સરકારી કામમાં રુકાવટ અને જાતીય સતામણીની ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી ત્રણેય આરોપીની શોધખોળ હાથ ધરી છે ...