-
મોરારીબાપુની રામકથાનો લ્હાવો લેતા શ્રદ્ધાળુઓ
-
હોળી પર્વ નિમિતે ગૃહમંત્રીએ પણ આપી કથામાં હાજરી
-
હર્ષ સંઘવીએ હોળી પર્વની પાઠવી શુભેચ્છા
-
હર્ષ સંઘવીએ આપ્યું ધર્મ પરિવર્તન પર નિવેદન
-
કાયદામાં ધર્મ પરિવર્તન કરાવનારાઓ માટે કોઈ છટક બારી નથી
તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ગામ ખાતે ચાલી રહેલ મોરારીબાપુની રામકથામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બાપુના શીર્ષ આશીર્વાદ મેળવ્યા હતા.આ દરમિયાન મંચ પરથી સંબોધનમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ભોળા આદિવાસીઓને ખોટી રીતે ધર્મ પરિવર્તન કરાવનારાઓ માટે કાયદામાં કોઇ છટકબારી નહીં બચે.
તાપી જિલ્લા ખાતે ચાલી રહેલી મોરારીબાપુની રામકથામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે હોળીના તહેવાર નિમિત્તે હાજરી આપીને બાપુના શીર્ષ આશીર્વાદ મેળવ્યા હતા.સાથે સમગ્ર તાપી જિલ્લાના લોકોને હોળીના તહેવારની શુભકામનાઓ પાઠવી હતી.તો બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી દ્વારા જાહેર મંચ પરથી એક મોટું નિવેદન કરવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારના ભોળા આદિવાસી લોકોને અમુક તત્વો દ્વારા ફોસલાવીને ખોટા રસ્તે લઈ જનાર લોકો પર સરકાર દ્વારા ગંભીર પગલા લેવામાં આવશે.જેમાં પણ ખાસ કરીને જો જિલ્લામાં ધર્મ પરિવર્તનને લઈને કોઈ પણ પ્રકારની પ્રવૃતિઓ કરીને ખોટી રીતે ફસાવવામાં આવશે તેવા લોકોને કાયદાની કોઈપણ છટક બારી નહીં બચે.
હોળીના તહેવાર નિમિત્તે ગૃહમંત્રી હર્ષ સંઘવી,રાજ્ય મંત્રી મુકેશ પટેલ સહિત ભાજપ પ્રમુખ દ્વારા મોરારી બાપુને તિલક હોળી કરી હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.બીજી તરફ મોરારીબાપુ દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં ફ્રી શિક્ષણને લઈને ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે,ત્યારે ઉદ્યોગપતિઓ દ્વારા આદિવાસી વિસ્તારોમાં શાળાઓ સ્થાપવામાં આવે તેવી અપીલ કરી હતી.અને જે કોઈ વિસ્તારોમાં શાળાઓ શરૂ કરવામાં આવશે તેમાં મોરારીબાપુ દ્વારા એક લાખ રૂપિયાનું દાન કરવામાં આવશે તેમ બાપુએ જણાવ્યું હતું.