વિશ્વ આદિવાસી અધિકાર દિવસ અંતર્ગત આજે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ડોસવાડા ગામેથી વ્યારા ખાતે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ઝીંક મિલના વિરોધમાં વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
તાપી જિલ્લામાં આજે વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સોનગઢ તાલુકાના ડોસવાડા ગામેથી આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા 13 કિલોમીટર લાંબી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પદયાત્રા વેદાંતા ઝીંક મિલનો એમ.ઓ.યુ.રદ કરવા,ઝીંક મિલના વિરોધ સમયે સમાજના યુવાનો પર થયેલા કેસો પરત ખેંચવા, સોનગઢમાં જે નવો રોડ બનવા જઈ રહ્યો છે જેમાં લોકોની જમીન સંપાદનના વિરોધમાં અને સોનગઢમાં અદ્યતન સરકારી હોસ્પિટલનું નિર્માણ કરવાની માંગ સહિત અલગ અલગ માંગોને લઈ પદયાત્રા કાઢવામાં આવી હતી.