ગુજરાતના અર્ધ લશ્કર દળમાં ફરજ બજાવતાં જવાનો અને તેઓના પરિવારને વિવિધ કલ્યાણકારી લાભો આપવાની માંગ સાથે તાપી જિલ્લા અર્ધ લશ્કર દળના નિવૃત્ત જવાનોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું.
ગુજરાત રાજ્યમાં અર્ધ લશ્કર દળના જવાનોને રાજ્ય પુરતો એક્સમેનનો દરજ્જો આપવા, શહીદ જવાનોના પરિવારના સભ્યોને યોગ્યતાના આધારે સરકારી નોકરી મળે, બાળકોના અભ્યાસ માટે આરક્ષણની સુવિધા અપાય, ગામની પડતર જમીનમાં ઘર બાંધવા પૂરતી જગ્યાની ફાળવણી કરવા સહિતની 13 જેટલી માંગણીઓ સાથે તાપી જિલ્લા અર્ધ લશ્કર દળના નિવૃત્ત જવાનોએ જિલ્લા કલેક્ટરને સંબોધીને અધિક નિવાસી કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.